કોઈ મને એ તો સમજાવો, છે એમાં એ તો કોની રે જવાબદારી
કરે છે જીવનમાં સહુ તો કર્મો, કર્મો કરનારની કે કર્મો કરાવનારની
રહે છે સારા ખોટા વિચાર સહુ કરતા, વિચાર કરનારની કે એના બીજ વાવનારની
લે છે સહુ શ્વાસો તો જીવનમાં, શ્વાસ લેનારની કે શ્વાસ લેવડાવનારની
પડે છે મૂંઝવણમાં સહુ તો જીવનમાં, મૂંઝવણમાં પડનારની કે પડાવનારની
પહોંચી શક્તા નથી મંઝિલે સહુ જીવનમાં, ના પહોંચનારની કે અડચણ નાંખનારની
સતાવે છે દુઃખ સહુને તો જીવનમાં, દુઃખી થનારની કે દુઃખમાં નાંખનારની
જીવનમાં લાલચમાં આવે છે, સહુ પડતા, લાલચમાં પડનારની કે એમાં પાડનારની
કર્ત્તુત્વનો ભાવ જાગ્યો જ્યાં હૈયાંમાં, જાય છે બની ત્યાં એની જવાબદારી
સોંપી દો જવાબદારી બધી પ્રભુ ચરણમાં, સ્વીકારી લેશે એની એ જવાબદારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)