કદી કહું હા, કદી કહું હું ના, ના જાણું, પહોચું જીવનમાં એમાં હું તો ક્યાં
કદી પહોંચુ છું હું તો જ્યાં, જાવું છે મારે જ્યાં, સમજાયું ના પાડી હતી હા કે ના
કરી લાખ ચતુરાઈ જીવનમાં, જાઉં એમાં પકડાઈ, આવે વિચાર કરી હતી હા કે ના
કદી થાય દિલ ઉદાસ, કદી જાગે ઉમંગ, રહ્યું રમતું રમત પાડી હા કે ના
કદી દિલ બને ચૂપ, કદી ધમાચકડી ખૂબ, પરિણામ હતું એનું પાડી હતી હા કે ના
કદી હું દોડું અહીં, કદી દોડું ત્યાં, સમજાય નહીં જીવનમાં પાડવી હા કે ના
કદી ગમતી ચીજમાં પડી હા, કદી પડી જાય ના, ખેલ ચાલુ રહે જીવનના હા કે ના
કદી સમજદારીથી હા, કદી સમજદારીથી ના, પરિણામ દેશે એનું એ હા કે ના
કદી અચકાતા હા, કદી અચકાતા ના, જોવી રહી રાહ એના પરિણામની, એવા હા કે ના
હા ને ના માં જીવન અટવાતું ને અટવાતું રહ્યું, પાડવી પડે છે જીવનમાં હા કે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)