શું છલકાય છે, શું છલકાય છે, તારા નયનોમાંથી આજ શું છલકાય છે
પ્રેમનો તો સાગર, એમાં તો આજ, ઊછળતોને ઊછળતો સમાય છે
સાગરની ધીર ગંભીરતા ને ઉંડાણ, આજ તો એમાં તો દેખાય છે
એનાં ઊછળતા મોજાઓ, હાથ ફેલાવી, મને સમાવવા તૈયાર દેખાય છે
એનાં હૈયાંની વિશાળતા, એમાં તો આજ, ઊછળતીને ઊછળતી દેખાય છે
તારા નયનોના ઊંડાણ, મારા હૈયાંના ઊંડાણને તો સ્પર્શતા દેખાય છે
તારા નયનોમાંથી તો આજ, મધુરતાને મધુરતા વહેતી તો દેખાય છે
તારા નયનોમાંથી તો આજ, કરૂણાનો સાગર તો ઊછળતો દેખાય છે
તારા નયનોમાં તો, દયાના મોજા, આજ, ઊછળતાને ઊછળતા દેખાય છે
તારા નયનોમાંથી તો તેજનો પ્રવાહ આજ, વહેતોને વહેતો દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)