સોનેરી સપનોથી, દીધું છે જીવન શાને તમે તો શણગારી
બનાવી ક્યાંથી શકાશે જીવનમાં, હકીકત એને તો મારી
કર્મો તો અમારા છે, જીવનનું સંગીત તો અમારું ને અમારું
હતું સંગીત કદી એ તો બેસુરુ, હતું સંગીત કદી એ તો સૂરીલું
ચાલી રહ્યું હતું જે સરળતાથી, પાંખો સપનાની દીધી ઉગાડી
હકીકત બનાવવા એને જીવનમાં, પડશે પડકાર જીવનમાં તો ઝીલી
કંઈક હકીકતોને જીવનમાં, શાને દીધી એની પાંખ નીચે સંતાડી
એના શણગારમાં રહ્યો જ્યાં રાચી, વાસ્તવિકતાથી ગયો ત્યાં ભાગી
સીધા સાદા જીવનને, દીધું જગમાં એણે તો બનાવી વરણાગી
અશક્ય આશાઓને દીધી જીવનમાં, હૈયાંમાં એને તો જગાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)