મન તો જ્યાં ત્યાં ફરતું ને ફરતું જાય (2)
કદી કદી અજાણ્યા પ્રદેશોમાં ફરી ફરી, પાછું એ તો આવી જાય
તાંતણા મનનાં જોડાયા જ્યાં માયામાં, માયામાંને માયામાં એ અટવાતું જાય
મનના તાંતણા જોડાયા જે વિષયમાં, જ્ઞાન એનું ત્યાં મળતું ને મળતું જાય
અલિપ્ત એવું મન, ગૂંથાય જ્યાં વિષયોમાં, લિપ્તિત એમાં એ થાતું જાય
વિચાર ને બુદ્ધિ છે એના સાથીદાર, એના દ્વારા કામ તો એ કરતું ને કરતું જાય
પાંચ ઇંદ્રિયોમાં વસીને જ્ઞાન એનું અને, સુખદુઃખ એ એના અનુભવતું જાય
વિચારોમાં ગયું જ્યાં મન, વિચારોની સૃષ્ટિ, મનમાં એ તો રચતું જાય
બુદ્ધિમાં તો જઈને મન, જીવનના કંઈક ઉકેલો એ તો લાવતું જાય
મન, બુદ્ધિ, વિચારો દ્વારા કરી ચિંતન, વાતોનો મર્મ ગ્રહણ એ કરતું જાય
મન, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ વિચારોને લઈ સાથે, પ્રભુમાં લીન થાતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)