વિચારો દોડી રહ્યાં આગળને આગળ, દોડી રહ્યો છું હું તો એની, પાછળને પાછળ
દોડી રહ્યો ભલે હું વિચારોની પાછળને પાછળ, યાદો દોડી રહી છે, મારી પાછળને પાછળ
અટક્યા ના વિચારો, અટક્યું ના દોડવું, થાકું ભલે દોડી, એની તો પાછળને પાછળ
જીવનમાં રમત રહી આ તો ચાલુને ચાલુ, કોઈ આગળને આગળ, કોઈ પાછળને પાછળ
રહ્યાં ના સતત કોઈ તો જીવનમાં, કોઈ તો આગળને આગળ, કોઈ તો પાછળને પાછળ
રહ્યાં વિંટળાઈ વિચારો જીવનમાં તો એવા, દેખાયું ના તો એમાં, આગળ કે પાછળ
યાદો દોડી જીવનમાં જ્યાં આગળને આગળ, ખેંચાઈ ગયા અમે એમાં પાછળને પાછળ
ક્રમ રહ્યો ચાલુ આ જીવનમાં, કદી વિચારો આગળ, કદી યાદો આગળ, કદી યાદો પાછળ
જીવન તો રહ્યું ચાલુ આમ આગળને આગળ, મળશે ના સમય જોવાનો એમાં પાછળ
યાદોની પાછળ દોડયાં જ્યાં વિચારો, બન્યું મુશ્કેલ કહેવું, કોણ આગળ, કોણ પાછળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)