કંઈક તો સાચું થાશે રે જીવનમાં કંઈક તો ખોટું થાશે રે
જીવન પ્રવાહ તો બંનેને તો તાણતુંને તાણતું જાશે રે
જોશે ના પ્રવાહ, શું તણાયું એમાં, પડયું એમાં જે, તણાતું જાશે રે
પ્રવાહ જીવનનો ના અટકશે, વહેતોને વહેતો એ તો જાશે રે
બાંધશો ના ગાંઠ, સાચા ખોટાની હૈયાંમાં, તોડવી મુશ્કેલ બનશે રે
અખૂટ શક્તિ છે પ્રવાહમાં, પડયું એમાં જે, ના પત્તો એનો ખાશે રે
પ્રવાહ તો અટકશે, તો જ્યાં એનો, જીવન ત્યાં તો અટકી જાશે રે
તણાયું કેટકેટલું તો એમાં, ના હિસાબ તો એનો મળશે રે
બદલાશે પ્રવાહ એનો જેના જીવનમાં, જીવન એનું બદલાશે રે
પ્રવાહે પ્રવાહે, જીવન જાશે વહેતું, અદીઠ કિનારે એ પહોંચાડશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)