જાય છે સરકી, દુનિયા તારી, તારા હાથમાંથી તો જ્યારે
આવે છે વિચાર ત્યારે, જો આમ કે જો ના આમ કયુ હોત તો
હાથ પછાડયા, પગ પછાડયા, હટયું ના દુઃખ જીવનમાંથી જ્યારે
સાંભળવાને ઇન્કાર કરે છે જગમાં તો સહુ, તને તો જ્યારે
ધાર્યું ના બને જીવનમાં જ્યારે, નિષ્ફળતાના આરે પહોંચીયે ત્યારે
માઠાને માઠા દિવસો, જીવને, ભીંસમાને ભીંસમા લેતુંને લેતું જાય જ્યારે
જીવનમાં સુખસાહેબી, એક પછી એક સરકતી સરકતી જાય જ્યારે
તરકીબો ઉપર તરકીબો, પડતી જાય ઊંધી, જીવનમાં તો જ્યારે
વણથંબી તકલીફોને તકલીફો આવતી જાય જીવનમાં તો જ્યારે
કહેતાં કહેતાં કહેવાય ગયું આવ્યું પરિણામ ઉલટું એનું જીવનમાં જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)