અનેક વાતો ને અનેક મિજાજોને, જાળવવા મુશ્કેલ જગમાં તો બને
આવે છે વિચાર તો પ્રભુ, જાળવતો હશે, કેમ કરીને તું આ જગને
એક જ ઘરમાં અનેક વાતોને, અનેક મિજાજો સંસારમાં તો જોવા મળે
રહી નથી શકતા સાચે, એક જ ઘરમાં, એક બીજા તો હળીમળીને
પાંગળા મનનો માનવી જગમાં, મિજાજના પ્રદર્શન નીતનવા તો કરતો રહે
આ બધું ને આવું બધું પ્રભુ જગમાં નિત્ય તું તો જાતો રહે
મળ્યા અજાણ્યા કે જાણીતા, મિજાજના પ્રદર્શન તો સહુ કરતા રહે
મળ્યાં જ્યાં અનેક, અનેક વાતો સાંભળવા અને મિજાજ જોવા મળે
કોઈ નથી બાકી જગમાં એમાં, સહુની વાતો ને મિજાજ જુદા જોવા મળે
રંગઢંગ સહુના જુદા, સહુના કહેવાના મિજાજ જુદા જોવા મળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)