મરમ્મત કરી લેજે જીવનમાં રે તું તકદીરને તો તું તારી
બનાવી દેજે એને તો એવું, સાથ દે તને, આપે જીવનમાં યારી
ખોડંગાતું રહશે જો તકદીર તારું, બનશે ના આસાન મુસાફરી
નાખજે કાઢી અનિશ્ચિતતાનું તત્ત્વ એમાંથી, રાખજે દોર, હાથમાં તારી
કરીશ ના મરમ્મત એની, પડશે રાખવી, એની સામે લડવાની તૈયારી
મરમ્મત કરેલી, તકદીર તો તારી, લાગશે જીવનમાં, એ તો પ્યારી
છેડછાડ રહેશે તકદીર કરતું, જાણે સાથે છે, જીવનને અદાવત તો ભારી
બનાવીશ જ્યાં તું, તકદીરને સારું, જાશે જિંદગી તારી તો સારી
રૂઠશે જો તકદીર તારું પડશે, કરશે જીવન સાથે તારે મારામારી
વહેલામાં વહેલી મરમ્મત, કરી લેજે તું તકદીરને તો તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)