આજે તો અહીં છે, કાલે શું થવાનું છે, કોણ જાણે ક્યાં જવાનું છે
હતાં ત્યાંસુધી હતાં તો સંબંધો, કોણ જાણે, મીઠાશ સંબંધોની કેટલી રહેવાની છે
સુગંધ કે દુર્ગંધ સંબંધોની બીન હાજરીમાં તો ઝાંઝાળ ફેલાવવાની છે
યાદો પર યાદો તો આવશે એની, સમય એ પણ તો, ભુલાવવાની છે
ભુલાયેલી યાદો, વાતોમાંથી ને સંજોગોને સંજોગોમાંથી તાજી થવાની છે
ગયા એની જાણ થાશે અન્યને, જનારને ના જાણ એની તો થવાની છે
કોણ પહોંચશે કયાં, કેમ અને ક્યારે, ના જાણ એની એને તો થવાની છે
હશે સંઘરાયેલી, અનેક તો થાશે, કોણ જાણે કઈ યાદ, સાથે આવવાની છે
અજાણ્યા પ્રદર્શને બનાવ્યો જાણીતો, અજાણી મુસાફરી ફરી શરૂ થવાની છે
અનેકને તો દીધી રે વિદાય, અનેકની વિદાય તો, લેવી પડવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)