માડી, મારા ચિત્તમાં વસી, મારા મનમાં વસી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
ખાવું-પીવું હવે મને ભાવતું નથી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
રોઈ-રોઈ મેં તો રાતો વિતાવી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
પ્રેમભરી `મા' ની આંખો હવે ભુલાતી નથી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
આંખનું તેજ `મા' નું વિસરાતું નથી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
`મા' ના હૈયાનું હેત કદી સુકાતું નથી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
એના ઝાંઝરના રણકાર ભુલાતા નથી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
`મા' નું મનોહર મુખ, આંખથી ખસતું નથી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
દિલ મારું લઈ લીધું, દિલ મારું રહ્યું નથી
હવે મારું હૈયું મારા હાથમાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)