એક જ ધરતીમાંથી પાણી પીને ખીલ્યાં વૃક્ષો-ફૂલો અનેક
સાર ગ્રહ્યો, પ્રકૃતિ પ્રમાણે, તોય ધરતી હતી બધાની એક
આ જગમાં ભલે દેખાય, માનવ, પ્રાણી વિવિધ સ્વરૂપે
ભેદ દેખાતાં વિવિધ રૂપોમાં, તોય માતા છે એક
ધર્યાં નામ અનેક, પોકાર્યાં બાળકોએ જે-જે સ્વરૂપે
ભેદ જાગ્યા વિવિધ, નામ રૂપોમાં, તોય માતા છે એક
નામમાં ન કોઈ મોટું કે નાનું, સર્વ નામમાં રહી છે એ
ઝઘડા તોય થાયે ઘણા, લાગે નામ પોતાનું મોટું છે
નામના ઝઘડા ના મટે, દૃષ્ટિમાંથી ભેદ જો ના હટે
ભેદ હટતાં પ્રકાશ જડે, થાયે `મા' નાં દર્શન સત્ય સ્વરૂપે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)