ઉદય એનો તો અસ્ત છે, અસ્ત એનો તો ઉદય આવે છે
ક્રમ તો છે આ તો જગનો, જગમાં ક્રમ ના આ તો બદલાય છે
અસ્તાચલે કે ઉદયાચલે પહોંચે સહુ જગમાં, એનો અંજામ આ આવે છે
જગમાં પવનની દિશા તો બદલાય છે, સૂર્ય ના એની દિશા બદલે છે
જેની દિશા ના બદલાય જગમાં, જગમાં સ્થિર એ તો કહેવાય છે
ના પ્રભુ બદલાય છે, ના દિશા એની બદલાય છે, સ્થિર એ ગણાય છે
સમય સમય પર સમય બદલાય છે, સૂર્ય તો તપતો જાય છે
સમય સમય પર નદીના વહેણ બદલાય છે, સૂર્યની ના દિશા બદલાય છે
કદી અસ્તાચલે કે ઉદયાચલે, જીવનમાં સ્થિર કોઈ રહી શકતું નથી
પ્રભુ ઇરાદાને ઇરાદાઓ બદલાય છે, છે તું સત્ય, ના તું બદલાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)