અરે કરૂણાના કરનારા, તારી કરૂણા ગઈ છે ક્યાં ખોવાઈ
ક્ષણે ક્ષણે તો રહી છે બદલાતી, આ ભવની તો ભવાઈ
હાટેને વાટ મળે ના કાંઈ કરૂણા તારી, રહ્યાં છે જગમાં માયાના ખેલ ખેલાઈ
મુક્તિની મથામણમાં છે જગમાં સહુ કોઈ, થયા નથી મુક્ત તો કોઈ
નાની મોટી આફતોમાં રહ્યાં છે જગમાં, સહુ કોઈ તો ઘેરાઈ
સફળતા નિષ્ફળતા છે હાથમાં તારા, ચાલે છે જગ તારી પ્રેરણાથી પ્રેરાઈ
કરૂણા તો છે સહજ સ્વભાવ તારો, નથી તને એમાં તો કાંઈ નવાઈ
વહેલું મોડું પડશે આવવું, પાસે તો તારી, ચાલશે ના એમાં કોઈનું કાંઈ
લાગે કદી, તારી કરૂણાને પામવા, કરી છે જગમાં તેં ઉપાધિઓની જોગવાઈ
દુઃખદર્દની ખાઈ છે તો ઊંડી, તારી કરૂણાની ધારા, જગમાં ગઈ નથી સુકાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)