શિકાયત નથી, શિકાયત નથી, ધ્યાનથી જોજે એમાં, એમાં કોઈ બેઈમાની નથી
હાલે નકશા રહ્યાં છે બદલાતા, બદલાયા વિના તો એ રહ્યાં નથી
છુપાવીશ ક્યાંસુધી હાલત તું તારી, હાલત તારી, બોલ્યા વિના રહેવાની નથી
ગૌરવનું તેજ મુખ પર તો ચમકે, ઝાંખપે ઝાંખુ, એને પડવા દેવાનું નથી
વિશ્વાસના ભાથા ભર્યા છે દિલમાં, ધડકન સાક્ષી પૂર્યા વિના રહેવાની નથી
દુઃખની યાદી ભલે થઈ ના ઓછી, સુખની શોધ અમે તો ભૂલ્યા નથી
ચંચળતાની દોડમાં રહ્યાં અમે દોડતા, સંજોગોને આધીન, તોયે અમે થયા નથી
કપટકળામાં રહ્યાં જીવનમાં તો કાચા, સ્થિર થાવું જીવનમાં અમે ભૂલ્યા નથી
સુખદુઃખના મોજા તો ઊછળે જીવનમાં, એમાં તણાયા વિના અમે રહ્યાં નથી
ક્ષણે ક્ષણે તો છે ભણકારા તમારા, ભણકારાને જીવન ગણ્યા વિના રહ્યાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)