અકળાઈ જાઉં જીવનમાં, સહન કરતા, ભલે હસતા કે રડતાં
હું તો એક મામુલી ઇન્સાન છું, ના કાંઈ ફરિસ્તો છું
જીવનનાટકનું એક અંગ ભલે છું હું તો જીવનમાં
અદા કરતા એને તો જીવનમાં, હું તો અકળાઈ જાઉં છું - હું...
મર મર કરતા તો જગમાં જીવન તો જીવી રહ્યો છું
કરતા કરતા સહન તો જીવનમાં, જીવનમાં હું તો અકળાઈ જાઉં છું - હું...
દુઃખદર્દના તમાશા, જીવનમાં કરવા ના હું તો ચાહું છું
કરવા પ્રદર્શન એનું તો જીવનમાં, મજબૂર હું તો બની જાઉં છું - હું...
રક્ત રંગી તો છે રક્ત તો મારું, જીવનમાં નથી કાંઈ એ બદલાવાનું
પડયા છે એવા ચઢાણ ઊતરાણ જીવનમાં, અકળાઈ એમાં હું જાઉં છું - હું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)