પ્રભુ તારી કરામતના કરું શા વખાણ, તારી હરેક વાતમાં છે ઉંડાણ
નજર નજર ફેરવું જગમાં જ્યાં, નિગાહે નિગાહે તો તારી કરામત દેખાય
કરી વિચાર, ઊતરીયે જ્યાં ઊંડા, એમાંને એમાં તો ખોવાઈ જવાય
પાંખ વિના, સુખદુઃખ આવે જીવનમાં, આનાથી કરામત બીજી કઈ કહેવાય
વિચારો આવે ક્યાંથી, અસર એની તો છોડી જાય, કરામત એ કેવી કહેવાય
અગ્નિની જલન નિશાની છોડી જાય, હૈયાંનું જલન કોઈને ના દેખાય
આંખની કિકી રહે ફરતી, પણ આંખ છોડી બીજે ક્યાંય ના દોડી જાય
હરેક વાતમાં છે ઊંડાણ તારું, તારા ઊંડાણ પાછળ કરામત તો દેખાય
કોઈ કરામત તારી જલદી ના સમજાય, રહેતા રહેતા સમજાતી જાય
કરામત સમજવાની મળી જ્યાં શક્તિ, પ્રભુની કરામત આંખ સામે બધી દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)