રહ્યાં છે જીવનના તો સૂરો, સપ્તક બદલતાને બદલતા
થાય ભલે શરૂ એ ખરજમાંથી તોયે તીવ્ર સુધી એ પહોંચી જાય
રહ્યાં ના સૂરો એક સપ્તકમાં, રહ્યાં સપ્તકો તો એ બદલતા
સરગમના સાત સૂરોમાંથી, ગમે તે સૂરોમાંથી સપ્તક શરૂ થાય
સૂરે સૂરે સપ્તક જેના બદલાય, સંગ એનો કરવો, મુશ્કેલ બની જાય
સૂરે સૂરની સાધના સાધે, કર્ણમધુર સંગીત એમાં ઊભું થાય
સાચા સૂરોની સાધના, જીવનના ગમ તો એ બધા ભુલાવી જાય
નીકળે ગમના સૂરો હૈયાંમાંથી, ભલભલા હૈયાં એમાં તો હલી જાય
પીડાના તીવ્ર સૂરો, કંઈક હૈયાંમાં પીડા એ તો ઊભી કરી જાય
જ્યાં સૂરો પ્રભુના સૂરોમાં ભળતા જાય, સંગીત પ્રભુનું અનુભવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)