મુકદ્દરે બાંધી લીધા છે જીવનમાં જ્યાં દોર તો તારા
જીવનમાં મુકદ્દરને તું બાંધી લેજે, મુકદ્દરને તું બાંધી લેજે
મુક્તિની રાહ સુધી, રહ્યું છે જોડાયેલું જ્યાં મુકદ્દર તો તારું
રોકે રાહ મુક્તિની તારી, એવા મુકદ્દરને તો તું ફેંકી દેજે
ઘડયું છે એક વખત તો કર્મોએ, મુકદ્દર જગમાં તારું
તારાને તારા કર્મોથી, દેજે હવે બદલી મુકદ્દર તો તારું
ના પ્રાર્થના કે યાચના, કામ આવશે એમાં તો કોઈની
તું ને તું તારા કર્મોથી, તારા મુકદ્દરને તું સુધારી લેજે
સહી સહીને બધું જીવનમાં, ફરિયાદ મુકદ્દરની ના કરજે
પસંદ નથી મુકદ્દર તને તારું, જંગ એની સામે ખેલી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)