લૂંટી રહ્યું હૈયું, મસ્તી હૈયાંમાં પ્રભુની, ના હતી એ મસ્તી કાંઈ સસ્તી
ડગલેને પગલે, જીવનમાં તો ઠોકરો ખાધી, રહેમદિલી પ્રભુની, એમાં તો દેખાણી
વધતી રહી જીવનમાં શ્વાસોની ગરમી, મારગે મારગે, રહ્યાં મારગો તો મૂંઝવી
વધતી જાતી હતી સંખ્યા આપવીતીની, રહેમદિલી તો પ્રભુની એમાં તો દેખાણી
લાગે ક્યારેક, શ્વાસો જાશે અટકી, રહ્યાં ધબકતા શ્વાસો, સ્ફૂર્તિ પ્રભુની ફેલાણી
અજાણી ભૂમિ ને અજાણ્યા પ્રવાસમાં દૃષ્ટિ મંડાણી, રહેમદિલી પ્રભુની એમાં તો દેખાણી
ફુલોની કળીઓ પણ, કાંટા બની રહી ઊભી, મુક્તિના શ્વાસની જરૂરિયાત દેખાણી
કરતા યાદ પ્રભુને, નર્તન કરતી મૂર્તિ પ્રભુની દેખાણી રહેમદિલી પ્રભુની એમાં તો દેખાણી
શ્વાસની સરગમ પ્રભુના નામ સાથે જોડાણી, ઉલ્લાસ દીધો હૈયાંમાં એણે પથરાવી
નજરેનજરમાં મૂર્તિ પ્રભુની રમતી દેખાણી, રહેમદિલી પ્રભુની એમાં તો દેખાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)