નીરખે છે જગમાં નયનો તારા, નીરખવાનું તો છે જગમાં એનાથી વધુ
જોયું જાણ્યું જગમાં ઘણું, જાણવાનું તો છે જગમાં એનાથી તો વધુ
વિચારોને વિચારો જીવનમાં આવ્યા બહુ, વિચારવાનું રહી ગયું ઘણું
કરવાનું હતું શું, કર્યું કેટલું, નથી જીવનમાં નક્કી એ તો કર્યું
કર્યું હતું જીવનમાં ભલે ઘણું ઘણું, જીવન હતું ભલે થોડું કે વધુ
કરી નથી શક્તો નક્કી જીવનમાં, કર્યા હતા પાપ વધુ કે પુણ્ય વધુ
જાણતો નથી જગમાં, કાપ્યો હતો પથ જીવનનો વધુ, કે રહી ગયો વધુ
કરવું પડશે જીવનમાં તો બધું, કંઈક તો થોડું તો કંઈક તો વધુ
જીવનમાં મળશે જગમાં તો બધા, હશે કંઈક તો ખરાબ, કંઈક સારા વધુ
કંઈકવાર લાગે જીવનમાં, એક સરખા ગુનાની મળી છે શિક્ષા, થોડી કે વધુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)