કર્યા વિના કાંઈ જીવનમાં, પ્રભુને મેં તો કહી દીધું
જીવનમાં મેં માગ્યું, તે કાંઈ મને ના દીધું, મને કાંઈ ના દીધું
રાખ્યો છે મને, લાલસાઓના સમુદ્રમાં તરતોને તરતો
ના એ સમુદ્રમાં તો હું તરી શકું, ના એમાં હું રહી શકું
હટયા કે હટાવ્યા નથી, વેરના પડળો મારી નજરોમાંથી
તારા પ્રેમનું બિંદુ ક્યાંથી હું ઝીલી શકું, ક્યાંથી ઝીલી શકું
અનેક મોજાઓથી ઊછળતા સમુદ્રમાં રહ્યો છું તરી
વેડફી રહ્યો છું શક્તિ મારી, ના ડૂબી શકું ના તરી શકું
ઊંચે ઊડવાની છે ઇચ્છા પૂરી, ના પાંખમાં છે શક્તિ ભરી
ના ઊંચે હું ઊડી શકું, ના જલ્યા વિના તો રહી શકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)