લાચારી લાચારી, સતાવે છે સહુને, ક્યારેને ક્યારે કોઈ લાચારી
પહોંચવું છે સહુએ કોઈ સ્થાને, પહોંચી શક્તા નથી, અટકવે પહોંચતા એને લાચારી
બન્યો છે લાચાર, ભાગ્ય પાસે માનવ, ધાર્યું કરી શક્તો નથી, નડે છે લાચારી
ક્યારેક કાઢેલા શબ્દો, ક્યારેક હૈયાંના ભાવો, અનુભવાવે જગમાં લાચારી
કદી કામના બોજા, કદી પ્રેમના તાંતણાં, અનુભવાવે જીવનમાં તો લાચારી
શક્તિ બહારની દોટ મૂકી, પહોંચાય ના એને, સમજાય જીવનમાં લાચારી
કર્તવ્યની સીડી પર મૂક્તાં પગ, ડગલેને પગલે નડે ત્યાં તો લાચારી
કદી માંદગી અટકાવે દ્વાર પ્રગતિના, બની જાય માંદગી ત્યાં લાચારી
જીવનમાં નડે છે સહુને સહુનો સ્વભાવ, સ્વભાવ પાસે અનુભવે લાચારી
વાતાવરણની અદલાબદલીમાં, અનુભવે કંઈક તો, એમાં તો લાચારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)