ખોટા વિચારોએ તો જીવનમાં, વર્તાવી દીધો એમાં કાળો કેર
અસંતોષની આગ ચાંપી દીધી હૈયે, હતી જેમાં સંતોષની લીલાલહેર
મૈત્રીની ભાવનાના કરી દીધા ભુક્કા, પ્રગટાવી દીધું એમાં વેર
અટક્યાં ના તોફાન ભાગ્યના જીવનમાં, પૂર્વ જનમના જાણે વેર
વાસનાઓ મારતી રહી ડંખ હૈયાને, રહ્યું જીવન બળતું ધીરે ધીરે
દીધી પ્રગટાવી ઈર્ષ્યાની આગ હૈયે, રહી ના શક્યું હૈયું એમાં સમેળ
પ્રગતિને લાગી ગયાં તાળાં, બની ગયું જીવન જાણે ઘાણીનો બેલ
ખોટા વિચારોએ કરી દીધા દુશ્મન ઊભા, જાણે જનમ જનમના વેર
સબંધોમાં કરી દીવાલો ઊભી એવી, રહ્યું ના જીવન એમાં સુમેળ
દર્દે નાખ્યા દિલમાં ધામા એવા, નાખવામાં કરી ના એણે દેર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)