થોડામાં સમજી જાવ, તમે થોડામાં સમજી જાવ, તમે થોડામાં સમજી જાવ
હૈયાએ કહેવું છે તો ઘણું ઘણું આજે, કહેવા દો નયનોને આજ, તમે થોડામાં સમજી જાવ
હતું કહેવું ઘણું ઘણું હૈયાએ, ચૂપ થઈ ગયું છે એ આજ, તમે થોડામાં સમજી જાવ
બની ગયું છે મૂંગું એ આજ, નયનોને બોલવા દો તો આજ, તમે થોડામાં સમજી જાવ
કર્યું સહન દર્દ તો હૈયાએ, નયનો પડઘા એના પાડતાં જાય, તમે થોડામાં સમજી જાવ
કહે કહે તો હૈયું કેટલું, નયનોથી તો એ સમજાવતું જાય, તમે થોડામાં સમજી જાવ
સહન ના જ્યારે થાય, નયનો દ્વારા તો એ કહેતું જાય, તમે થોડામાં સમજી જાવ
દુઃખ ના જ્યારે જીરવાય, નયનો આંસુ એમાં પાડતાં જાય, તમે થોડામાં સમજી જાવ
હૈયું તો જ્યારે રાજી રાજી થાય, ઇશારા એના નયનો દેતું જાય, તમે થોડામાં સમજી જાવ
કહી ના શકે હૈયું જે મુખથી, નયનોથી તો એ સમજાવતું જાય, તમે થોડામાં સમજી જાવ
નયનો ને હૈયાની છે જોડી, રહે એક જ્યાં ચૂપ, બીજું બોલતું જાય, તમે થોડામાં સમજી જાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)