મહેકી ઊઠશે મનડું તારું, ખીલી ઊઠશે મનની કળીઓ તારી
પૂરીશ જ્યાં (2) સારા વિચારોનું ખાતર તો એમાં
હરેક વિચારે ખૂલતી જાશે મનની કળી, ખીલી ઊઠશે મનડું એમાં
આચાર જાશે એમાં બદલાઈ, મળતું રહેશે ખાતર જો એમાં
મળતું રહેશે જ્યાં સારા વિચારોનું ખાતર, ખીલી ઊઠશે મનની કળીઓ એમાં
મળશે જો વધુ ઓછું ખાતર, ખીલી ના શકશે કળીઓ તો એમાં
હશે જેવું તો ખાતર, વિકસશે એ પ્રમાણે તો કળીઓ એમાં
અનુકૂળ ખાતરમાં ખીલશે તો કળીઓ, મહેકી ઊઠશે કળીઓ તો એમાં
પૂરવું ખાતર તો સારા વિચારોનું તો એમાં, છે એ હાથમાં તો તારા ને તારા
શોભી ઊઠશે તો જીવન જ્યાં, મહેકી ઊઠશે મનની કળીઓ તો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)