મનમાં વિચારોના તો તરંગો જાગશે, વલયો ઊભાં એ તો કરશે
અંતરાયો ના જો મળશે, વધતા આગળ ક્યાં જાશે ના કોઈ કહી શકશે
અટકશે જઈ એ ક્યાં, જઈ ક્યાં એ ભટકાશે, ના એ તો કોઈ કહી શકશે
હૈયામાં ભાવો તો જાગશે, વલયો એનાં પણ ઊભાં તો થાશે ને થાશે
જગના કયા ખૂણે જઈ પહોંચશે, ના કોઈ જગમાં એ તો કહી શકશે
છે આ બે સીડીઓ, હરેક જીવને આપેલી, ઉપયોગ એનો કેવો કરશે
મળતાં અડચણ ત્યાં એ અટકશે કાં એ તો તૂટશે, કાં પરિવર્તન પામશે
છે આ બે સીડીઓ પ્રભુએ આપેલી માનવને, પ્રભુને એનાથી એ શોધશે
વળી વળી વલયો, દ્વારે પાછા તારા આવશે, સાથે બીજા એ લાવશે
વિશાળતામાં વ્યાપેલા વ્યાપક પ્રભુને, એના દ્વારે એને તો પહોંચાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)