રહ્યો છું કહેતો ને કહેતો માડી, તું મારી છે ને હું તારો છું
જોઈ રહ્યો છું રાહ તો એની કહે ક્યારે એક વાર તું, કે તું મારો છે
તારી નજરમાં તો માડી જગ બધું છે, મારી નજરમાં તો તું ને તું છે
મારી નજર ને હૈયામાંથી માડી તું ના હટે, એવું હું તો માનું છું
તારા પ્રેમતણા પરિવારમાં પ્રવેશું, પોષણ એમાં હું તો પામ્યો છું
તારા પ્રેમવિહોણા રાખતી ના માડી, તારી પાસે હું તો એ માગું છું
ભાવવિહોણો રાખ્યો ના મને માડી, તારા ભાવનું સ્પંદન માગું છું
ધડકને ધડકને ભાવ રહે ભર્યો, તારી પાસે ભાવ એવા માગું છું
દૃષ્ટિએ જોયું ઘણું ઘણું જગમાં, લંગાર દૃશ્યોની પામું છું
દૃષ્ટિએ દૃષ્ટિએ મળે તો દર્શન તારાં, એવાં દર્શન તારાં માગું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)