રચાયેલી હરેક ઇમારતમાંથી કાંઈ, વફાઈની સુગંધ આવતી નથી
હરેક ઇમારત તો જગમાં, મહેનત વિના તો કાંઈ ઊભી થઈ નથી
રચાયા નથી હરેક મહોબત પાછળ તાજમહલ, મહોબતમાં એમાં ઊણપ નથી
હરેક વેદનામાંથી કાંઈ કવિતા વહેતી નથી, કવિતામાં વેદના ઊભરાયા વિના રહી નથી
હરેક શાણપણ સફળતાને વર્યું નથી, સફળતા શાણપણ વિનાની રહી નથી
ખાટામીઠા સબંધોનો છે ઇતિહાસ સાક્ષી, હરેક સબંધોના ઇતિહાસ લખાયા નથી
સ્વપ્ન બધાં સુંદર હોતાં નથી, સુંદરતા વિનાનાં સ્વપ્ન અટક્યાં નથી
હરેક યુદ્ધ ભીષણતા વરસાતી ગઈ, હરેક યુદ્ધમાં પ્રેમની વર્ષા વરસતી નથી
મૌનના ભાવ ભલે મૌનમાં અટક્યા, મૌન સંદેશાઓ જગમાં અટક્યા નથી
સુખના સામ્રજ્ય કરતાં છે દુઃખનું સામ્રાજ્ય મોટું, ખેવના એની કોઈ કરતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)