નાદાનિયત ને નાદાનિયતમાં નોંધાવી દીધી નાદારી સમજદારીની
ઉગાડી ને ઉગાડી દીધી જીવનમાં તો એમાં દુઃખોની ફૂલવાડી
વીસરી ગયા જ્યાં સમજદારી, સ્વીકારાઈ ગઈ અવગુણોની તાબેદારી
સંકટની સાંકળ તો હતી પ્રભુ પાસે, કહેવું પડયું વ્હારે આવો ગિરધારી
મિટાવી દેજો હૈયાની તંગદિલી, દેજો જીવનમાં મારા સાચી સમજદારી
નિભાવી શકતો નથી જીવનમાં, જીવનમાં તો જ્યાં મારી જવાબદારી
કોમળ હૈયાના ઓ બંસરી ધારી, વ્હારે આવો મારા ઓ ગિરધારી
પહેરાવી દેજો અભયકવચ તમારું, ભેદી ના શકે એને બેજવાબદારી
ચાહું છું શરણું તમારું, રાખજો ચરણમાં મને મારા વનમાળી
તલસાવજો ના, તલસી રહ્યું છે હૈયું, દર્શન કાજે મોરમુકટધારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)