સમય ને સમય જાય છે વીતતો, સાંભર્યો જગનો નાથ કે ઉપાધિઓ
કર્યાં કંઈક કાવાદાવા જીવનમાં, વીસર્યો જગનો નાથ આવી ઉપાધિઓ
લાવ્યો ના જીવનમાં ઇચ્છાઓનો પૂર્ણ વિરામ, જીવનમાં આવી ઉપાધિઓ
જાગ્યા હૈયામાં જ્યાં વિપરીત ભાવ, જીવનમાં આવી ત્યાં તો ઉપાધિઓ
દીધું અવગુણોને જીવનમાં જ્યાં મહત્ત્વનું સ્થાન, આવી ત્યાં તો ઉપાધિઓ
પોષી જીવનમાં તો જ્યાં લોભને અપાર, આવી જીવનમાં ત્યાં તો ઉપાધિઓ
માંગ માંગ કરી બન્યા વામણા જીવનમાં, આવી જીવનમાં ત્યાં તો ઉપાધિઓ
પોષ્યા ક્રોધ-વેરને જીવનભર તો હૈયામાં, આવી જીવનમાં ત્યાં તો ઉપાધિઓ
ધૂણ્યાં ઈર્ષ્યાનાં ભૂતમાં જીવનમાં તો જ્યાં, આવી જીવનમાં ત્યાં ઉપાધિઓ
ચાલ્યા જીવનમાં અસત્યના માર્ગે તો જ્યાં, આવી જીવનમાં ત્યાં તો ઉપાધિઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)