દીનાનાથના રે દ્વારે, આજે શાની છે ભીડ જામી (2)
છે કોઈ ઉત્સવ ઉમંગનો કે છે કોઈ એની ઉજાણી
શું માગનારાઓની છે કટાર જામી, કે માગનારાઓની લંગર લાગી
વિવિધ તો છે સૃષ્ટિ એની, શું લાવ્યા છે વિવિધ માગણી
આવ્યા છે સહુ આશભર્યાં દ્વારે, ચાહે રહે ના હાથ એના ખાલી
એક પ્રેમભરી જાય જો નજર મળી, છે શું એની આ પડાપડી
છે નજર સહુની એના પર, રહ્યા છે સહુ એના પર મીટ માંડી
લાવ્યા છે હૈયામાં ઇચ્છાઓ ભરી, રહી છે એમને જે સતાવી
જોઈ રહ્યા છે વાટ સહુ, મળી જાય ક્યારે નજર અનુગ્રહ ભરી
આવ્યા છે સહુ કરવા ખાલી, રહી છે હૈયામાં ઇચ્છાઓની જે ભીંસ વધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)