આ વાત કોઈને કહેશો નહીં, કહીને એવી વાત કોઈને કરશો નહીં
જે વાત રાખી ના શક્યા તમે દિલમાં, રાખી શકશે ક્યાંથી દિલમાં કોઈ એને
ખદબદી રહી હતી વાત જે તમારા દિલમાં, કહી દીધી તમે તો જ્યાં એને
કરી દીધું ખાલી તમે એ કહીને, કરશે ખાલી દિલ, કોઈ તો કહી એને
રાખી હતી છૂપી જ્યાં દિલમાં તેં એને, રાખી ના શકયો છૂપી કેમ તું એને
કાઢી બહાર જ્યાં દિલમાંથી તેં એને, રહેશે કાઢતાં સહુ દિલમાંથી તો એને
વાત જે બહાર જવા દેવી નથી, કાઢતો ના દિલમાંથી બહાર કદી તું એને
જે સ્થાનમાંથી કરીશ પસાર એને, ચડી જાશે સંગત એની તો એને
જે વાત કરવી નથી કોઈને, રાખજે પ્રેમથી દિલમાં દિલમાં તો એને
એક વાર નીકળી જ્યાં મુખથી બહાર, અટકાવી ના શકીશ ત્યાં તું એને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)