કરશે કસોટી કુદરત જીવનમાં તો જ્યારે, સંસ્કાર એના બોલી ઊઠશે
પાળી-પોષી હશે વૃત્તિઓ જેવી જીવનમાં, સ્વભાવ એનો એવો બનશે
ટકરાશે ભાવો ને વૃત્તિઓ જ્યાં દિલમાં, મનની શાંતિ એ હરી લેશે
સ્થિર નથી ભાવો ને વૃત્તિ, જીવનમાં ટકરાતી ને ટકરાતી એ તો રહેશે
દુર્ગમ છે સ્થિરતાના પહાડ ચડવા તો એના જીવનમાં, મુશ્કેલ એ તો થશે
ટકરાતાં ને ટકરાતાં તો જ્યાં એ તો રહેશે, મુશ્કેલી ઊભી એ તો કરશે
બન્યા જ્યાં સ્થિર એ તો જીવનમાં, સંસ્કાર એમાં તો ખીલી ઊઠશે
પથ જીવનના તો છે ના બંને વિના ખાલી, એની સાથે ચાલવું પડશે
કહેવાય છે જીવનસંગ્રામ જીવનનો એટલે, હરેક સંગ્રામ લડવો પડશે
થાતી ને થાતી કસોટી જીવનમાં રહેશે, સંસ્કાર એમાં તો બોલતા જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)