જવાની નથી કાંઈ જીવનમાં બૂરી, ચૂક્યો છું રાહ જીવનમાં ભલે હરઘડી
જોમે જોશ છે તનબદનમાં, પહોંચવા મંઝિલે જીવનમાં તો પૂરી
ભરાવે હર કદમ તાકીને દમમાં, ઉગામે ભવિષ્ય સામે એ હથેળી
છકી ગયા જે જવાનીમાં, રહ્યા છે બુઢાપામાં એ તો આંસુ પાડી
કરી ગયા બદનામ એ તો જવાનીને, જવાનીને જીવનમાં નથી પચાવી
છે દ્વાર એ તો મહોબતનું, છે મહોબત જીવનમાં પ્રભુની પ્રેમની પ્યાલી
બહેકનારા હરકારણે બહેકી જાશે, શા કારણે જવાનીને એમાં બદનામ કરવી
શીખ્યા ના પાઠ સંયમના જે જીવનમાં, જવાનીને દોષિત શાને ઠરાવવી
હરેક કાર્યને પાર પાડવા, જામે જોશની તો છે જવાની તો સીડી
હરેક ઇન્સાનને તો છે જવાની, એ તો પ્રભુની તો ઉત્તમ દેણગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)