તું છે અહીં કે તું છે ક્યાં, નથી બતાવી શકતો એ તો હું
છે તું ક્યાં છે તું ક્યાં સારું નથી બતાવી દેતો એ તો તું
અનેક કિરણોમાં ફેલાયેલો છે તું, અંધકારમાં પણ છુપાઈ જાય તું
દેખાય સુખની સમીપ તો તું, દુઃખમાં દોડી આવે છે તું ને તું
હરેક શાંતિમાં પ્રકાશી રહ્યો છે તું, હરેક ઝઘડામાં હાજર તો છે તું
પ્રેમનાં કિરણો ફેલાવી રહ્યો છે તું, વેરને બાકી રાખતો નથી તું
સર્વ કર્તા જગમાં તો છે તું, અકર્તા બનીને બેઠો છે તું અને તું
બળવાનમાં વસે છે તો તું, અશક્તને બાકી રાખતો નથી તો તું
પુણ્યશાળીના દિલમાં વસે છે તું, પાપીમાં પણ વસે છે તું અને તું
શ્વાસેશ્વાસમાં તો રમનારો છે તું, લીલામાં સમજવો અઘરો બન્યો છે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)