પુણ્ય ખા ખા કર્યાં કર્યું, પુણ્યનાં તળિયાં તો દેખાઈ ગયાં
પાપના પડછાયા તો જીવન ઉપર, ધીરે ધીરે એ છવાઈ ગયા
સીધી ચાલી જતી જીવન ગાડીને, ભોગ એને એ બનાવી ગયા
આશાઓના મિનારાઓને જમીનદોસ્ત જીવનમાં એ કરી ગયા
સીધી અને સરળ જીવનસફરને, દુષ્કર એ તો બનાવી ગયા
ખોટા રસ્તા જીવનમાં અપનાવતા ગયા, તળિયાં પુણ્યનાં દેખાતાં ગયાં
મૂડી એની ના વધારી શક્યા, તળિયાં તો એનાં દેખાતાં ગયાં
પાપના ખર્ચા જ્યાં વધતા ગયા, પુણ્યનાં તળિયાં દેખાતાં ગયાં
કર્મોની લેણદેણના હિસાબ પૂરા થયા, પાપ-પુણ્યના નવા હિસાબ શરૂ થયા
વધારશો નહીં જો પુણ્યને, જીવનમાં પુણ્યનાં તળિયાં દેખાતાં થઈ ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)