મળી હશે સલાહ જીવનમાં ઘણી ઘણી, મૂંઝાયો હતો એમાં હરઘડી
જાગી હશે પ્રભુમિલનની તડપ દિલમાં, જાગી હશે એ પળ બે પળની
ત્યજવા માયા, સમજાવ્યું હશે દિલે મનને, જીવનમાં તો હરઘડી
રહી હશે તો એ જીવનમાં, શિખામણ તો શેઠની તો ઝાંપા સુધી
દર્દે દિલ બન્યું હશે જીવનમાં દીવાનું, બન્યું હશે દીવાનું એ હરઘડી
પડયું હશે કરવું શાંત દિલને, કરવું પડયું હશે એને તો વારેઘડી
જીવનસંગ્રામમાં રહેશે તો વાગતા ઘા, દિલને તો ઘા હરઘડી
બદલવી ના હતી રાહ જીવનની તો જીવનમાં, બદલવી તોય એને પડી
કરજે યાદ જીવનમાં જીવનની તો ચાલને, જે ચાલ્યો તું અત્યાર સુધી
લેજે સલાહ ભલે તું કદી એની, જેણે જોઈ ના હોય કદી સ્વાર્થની ગલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)