લૂંટારુંઓએ લૂંટયો ના જીવનમાં મને તો જેટલો
મારા ને મારા બનીને જીવનમાં મને તો એમણે લૂંટી લીધો
અસાવધ ને અસાવધ બનાવી જીવનમાં, લાભ એનો લઈ લીધો
પ્રેમના પાશમાં બાંધી બાંધી, મારગ મારો રૂંધી દીધો
રહી સાથે ને સાથે, પાસે ને પાસે, અણસાર સ્વાર્થનો આવવા ના દીધો
અલગતાનું ભાન દીધું મિટાવી, ઘા દિલ પર કારમો કરી દીધો
હસી હસીને દઈને આવકાર, મીઠી છૂરીનો ઘા કરી દીધો
મીઠી મીઠી કરીને વાતો, ઘાનો અણસાર ના આવવા દીધો
રહેવા ના દીધો મને મારામાં, દાટ જીવનનો એમાં વાળી દીધો
લૂંટાતો ને લૂંટાતો રહ્યો એમાં ને એમાં લૂંટાતો ને લૂંટાતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)