દુનિયાનું દર્દ ભલે સહન નથી થાતું, પાગલ નથી એમાં બનાતું
રાતદિવસ સાચવ્યું જે દિલને, જગમાં રેઢું એને નથી મુકાતું
દિલ તો છે પાસે તારી દોલત પ્રભુની, પડશે સમજીને એને સાચવવું
રખાવટથી પડશે રાખવું, સમજાવટથી પડશે એને સમજાવવું
અન્યની મહોબતથી અને પ્રભુની મહોબતમાં, પડશે રાખવું એને ભીનું
હરેક વાત નથી ઇન્સાન સમજી શક્યો, સમજણ તો છે દિલનું થાણું
અધૂરી મહોબતમાં ને અધૂરી વાતોમાં, નથી એને છલકાવા દેવું
મહોબતની રાહ તો છે રાહ સાચી, છે પ્રભુનું એ અનોખું નજરાણું
દિલોદિમાગ પર છવાઈ જ્યાં એ જાશે, જાશે જીવન એનું બદલાતું
આંકી શક્યું નથી કોઈ રેખા એની, રેખાની બહાર નથી એને ખેંચાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)