સદા આવે છે યાદ જીવનમાં, જીવનની વાતો, કંઈક ખાટી તો કંઈક મીઠી
ખેંચી જાય છે યાદો તો એવી, દે છે એ ભુલાવી, વાતો તો આજની
નથી કાંઈ એવી કોઈ કુરબાની ભરેલી, નથી કોઈ તોફાનથી ભરેલી
નથી રુકાવટ તો કોઈ એના કાજે દીધી, આવી છે તોય એ દોડી દોડી
ઊભું કરે દૃશ્ય કરી એ તો દર્દ ભર્યું, ઊભું કરે કદી દૃશ્ય એ સોનેરી
આપે યાદો કદી એ પુરાણી, દે સદા એ તો આજને એમાં ભુલાવી
હતા એ દિવસો, જીવ્યા એવી રીતે, દઈ જાય છે યાદ એની એ આપી
વાગોળિયે જીવનમાં જ્યાં મર્મ એના, મનને દે એ એમાં ને એમાં બાંધી
જાગી ગઈ જ્યાં એક વાર એની કડી, જાય એ તો વિસ્તરતી ને વિસ્તરતી
અદ્ભુત છે એની એવી દુનિયા, આ જગમાં પણ દે જગ ઊભું બીજું કરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)