પગલાં પાડતા જાવ (2) જીવનના અમારા આંગણિયામાં પગલાં પાડતા જાવ
પગલાં પાડતા જાવ (2) જીવનનાં આંગણિયાં અમારાં, પાવન કરતા જાવ
તમારી હર ખુશીમાં (2) અમને તમારા સાથી બનાવતા જાવ - પગલાં પડતા જાવ
છીએ ટૂંકી દૃષ્ટિના માનવ અમે, દૃષ્ટિ અમારી વિશાળ કરતા જાવ - પગલાં પડતા જાવ
તમારા ચરણની ધૂળની, પ્રસાદી અમને તો દેતા જાવ - પગલાં પડતા જાવ
કરતા યાદ તમને જીવનમાં, દર્શનિયાં તમારાં તો દેતા જાવ - પગલાં પડતા જાવ
આવી આંગણિયે અમારા, દુઃખ અમારાં તો દૂર કરતા જાવ - પગલાં પડતા જાવ
આવી આંગણિયે અમારા, તમારા પ્રેમમાં નવરાવતા જાવ - પગલાં પડતા જાવ
આવી આંગણિયે અમારા, હૈયામાં અજવાળું પાથરતા જાવ - પગલાં પડતા જાવ
આવી આંગણિયે અમારા, પ્રેમમાં અમને સ્થિર કરતા જાવ - પગલાં પડતા જાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)