ગોત્યાં ચરણો જીવનમાં તારા, જીવનમાં જો એ મળશે નહીં
હૈયાના તો મારા રે ભાવો, ધરવા મારે એને તો કોનાં ચરણે
હૈયામાં સ્થાપી મૂર્તિ તારી, હૈયામાં તો જો એ દેખાશે નહીં
હૈયાનાં આંસુઓ તો મારાં, ધરવાં મારે તો કોનાં ચરણે
હૈયાની વાડીમાં છે ઉગાડવાં ઘણાં પુષ્પો, જો દૃષ્ટિમાં તું આવશે નહીં
હૈયાનાં મારાં એ પુષ્પોને, ધરવા મારે તો એને, કોનાં ચરણે
પૂજવાં છે પગલાં જીવનમાં તારાં, જીવનમાં જો એ દેખાશે નહીં
જીવનમાં રે માડી જગમાં, પૂજવા મારે તો કોનાં ચરણે
મળશે ના જો ચરણો તારાં, તારાં ચરણો ગોત્યા મળશે નહીં
ધરવી છે મારે, મારાં કર્મોની અંજલિ, ધરવા મારે એને કોનાં ચરણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)