અવરજવરનાં જ્યાં પગલાં પડશે, કંઈક નિશાની એ છોડી જાશે
નાનાં મોટાં ઘર્ષણો તો જાગશે, અસર એની એ તો પાડતાં જાશે
સુખદુઃખ તો એની નિશાની, મુખ પર તો એની એ પાડતા જાશે
સારાખોટા વિચારો, અસર એની એ તો દિલ પર પાડતા જાશે
વૃત્તિઓ જીવનમાં જોર કરતી જાશે, દિલ પર દબાણ એનું કરતી જાશે
થઈ મુલાકાત જ્યાં, અસર એકબીજાની એકબીજા ઉપર પાડતા જાશે
નવી અસર નીચે આવ્યા જ્યાં, અસર જૂની એમાં તો ભૂંસાતી જાશે
જગ રહ્યું પરિવર્તશીલ, ધોવાતા એક ધારા, બીજી એ ઝીલતું જાશે
બદલી વિનાનું જગ નથી, જીવન નથી, બદલી ને બદલી આવતી જાશે
બદલી વિનાના છે પ્રભુ જગમાં, સ્થિર અને એ એક તો રહી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)