જાણી લે તું તો જરા, કોણ તારી પ્રગતિના રસ્તા રોકી રહ્યું છે
છે કેટલા એમાં પારકા, ને કેટલા પોતાના, નોંધ જરા એની કરી લે
હતા કેટલા જાણીતા, કેટલા અજાણ્યા, ના નજર બહાર એને જવા દે
રહ્યા કેટલા સાથે, અધવચ્ચે છોડી ગયા કેટલા, જરા એ યાદ કરી લે
રહી સાથે ભોંક્યા કાંટા, કર્યું દુઃખ દૂર તો કેટલાએ, એ યાદ કરી લે
ફેરવ્યા વ્હાલથી હાથ કેટલાએ, કર્યાં ઘા દૂઝતા કેટલાએ, નોંધ કરી લે
કારણ વિના લાત મારી કેટલાએ, નાખ્યા અંતરાયો કેટલાએ, એ યાદ કરી લે
સુખસંપત્તિમાં આવ્યા દોડી, ફેરવી નજર આપત્તિમાં એ જાણી લે
માફ કરી ભૂલો કેટલાએ, ગજવી દીધી ભૂલો કેટલાએ, નોંધ કરી લે
સાચી શિખામણ દીધી કેટલાએ, અકારણ દીધા ઠપકા કેટલાએ, યાદ કરી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)