સલામી છે સલામી છે તમને તો અમારા પ્રભુજી રે પ્યારા
છીએ જગમાં તો અમે નખરાં તમારાં, ઓ દુઃખભંજન દયાળા
હૈયેથી અમે ઝંખીએ, પ્રભુ સાથ તમારા, દેજો આશિષ અનેરા
બન્યા ના અમે તો તમારા, રહ્યા તમે તોય અમારા ને અમારા
સેવ્યાં સુખનાં સપનાં, તમારા વિના છે કોણ એ પૂરાં કરનારા
દર્દે દર્દે બનીએ દીવાના, તમે તો છો અમારાં દર્દ દૂર કરનારા
જીવન જંજાળથી છીએ ત્રાસેલા, છો તમે તો કરુણાના કરનારા
આવી ના શક્યા દ્વારે તમારા, છો તમે સહુના દ્વારે પહોંચનારા
છે હકીકત અમારી દુઆ કર્મોની, છો કર્મોની હકીકત બદલનારા
ચૂક્યા જીવનમાં, આવ્યા મુસીબતમાં, મુસીબતમાં યાદ આવનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)