આવે વિચાર કદી મનમાં, અંત મારો કેવો હશે, અંત મારો કેવો હશે
છે ઇચ્છા હૈયામાં તારાં દર્શનની, હશે મારી આંખો શું તારાં દર્શનની ઘેલી
છે દી દુનિયામાં ચિત્ત પરોવાયેલું, આવશે યાદ ત્યારે શું એની
આવીશ ભેટવા ત્યારે મારી શું માડી, આવીશ શું ત્યારે તું દોડી દોડી
આવશે યાદ મને શું મારાં પાપો, યાદ એની હૈયું મારું શું કોતરતું હશે
આવશે શું કર્મો મને મારાં, શું કર્મો મને મારાં સતાવતાં હશે
અપૂર્ણ ઇચ્છાઓ જીવનની મારી, યાદ મને એની અપાવતી હશે
કર્યાં અકારણ અપમાન ઘણાના, આંખો એની મને શું ઠપકા દેતી હશે
લેણદેણ જીવનની હશે બાકી, એની યાદ મને શું અપાવવી હશે
દુઃખદર્દ જાગ્યું હશે તનમાં ને મનમાં, દર્દ મને એ શું સતાવતું હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)