અમે તમારા જેવા નથી, તમે અમારા જેવા નથી
થયું છે મિલન આપણું, એકબીજા વિના રહી શકવાના નથી
છીએ અમે તો અપૂર્ણ, તમારી પૂર્ણતામાં કોઈ કમી નથી
સંગમ થયો છે જ્યાં આપણો, એકબીજા એકબીજા વિના રહી શકવાના નથી
અધૂરું જ્ઞાન ઊછળી રહ્યું છે અમ હૈયે, જ્ઞાનના પૂર્ણ સાગર છો તમે
સરિતા સમાય જેમ સાગરમાં, એકબીજા એકબીજા વિના રહી શકવાના નથી
વહે છે ભાવની સરિતા હૈયે, તમે તો જ્યાં ભાવના સાગર છો
થયું છે મિલન જ્યાં આપણું, એકબીજા એકબીજા વિના રહી શકવાના નથી
ઊછળે છે પ્રેમનાં મોજાં અમ હૈયે, તમે તો પ્રેમના ધીરગંભીર સાગર છો
થયું છે જ્યાં મિલન આપણું, એકબીજા એકબીજા વિના રહી શકવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)