અજાણ્યું આગમન જાણીતું બન્યું, આનંદથી એને વધાવી લીધું
ના નામ હતું એને નામ દીધું, અંગ જીવનનું એને બનાવી દીધું
હસવાનું-રડવાનું જીવનમાં એનું, સહુની નજર એમાં એ ખેંચી રહ્યું
હરેક રમત તો એની, આનંદનું તો સ્પંદન હૈયામાં ઊભું કરી ગયું
પસાર થયા ભલે સર્વે એ અવસ્થામાંથી, એ અવસ્થા નીરખી રહ્યું
હાસ્ય એનું રુદન એનું, સહુનાં હૈયાંને એમાં તો એ તડપાવી ગયું
એની મુખાકૃતિમાં, સહુએ, કોઈ ને કોઈનું સામ્ય એમાં ગોતી લીધું
અજાણ્યાને લાગ્યું ના જ્યાં અજાણ્યું, પ્રતિસાદ હાસ્યનો એ દેતું ગયું
ખબર નથી તો જેને, ક્યાંથી કહી શકશે એ ક્યાંથી એ તો આવ્યું
બન્યું અંગ જીવનનું એ તો એવું, સુખદુઃખનું સમભાગી બની ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)